વર્ષ-2022-23ની સૌથી સારી વાત એ છે કે, આ વર્ષે દેશમાં ઘઉં અને ચોખાનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થયુ છે. જરૂરિયાત કરતા સારા પ્રમાણમાં ઉત્પાદન થવાથી તેના ભાવમાં વધારો થશે નહીં. ઘઉં અને ચોખાનાં ભાવ સ્થિર રહેશે. આ વખતે ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ તોડ 112 મિલિયન ટનને ક્રોસ કરે તેવી સંભાવના છે. જે ગયા વર્ષ કરતા 5 ટકા વધારે છે. હવામાનની અનુકૂળ સ્થિતિ, પાણી અને વરસાદની અનુકૂળતાને કારણે સારા પ્રમાણમાં ત્પાદન થયું છે.
આ ઉપરાંત સરકાર ચોખા પરનાં કેટલાંક પ્રતિબંધ ઉઠાવવાની પણ વિચારણા કરી રહી છે. દેશ પાસે 1 એપ્રિલ 2023 સુધી 7.4 મેટ્રિક ટન ઘઉં સ્ટોકમાં રહે તેવી શક્યતા હતી, જે હવે 11.3 મેટ્રિક ટને પહોંચી છે. આ ઉપરાંત ચાલુ સિઝનનું ઉત્પાદન 33.2 મિલિયન હેક્ટર સુધી પહોંચી ગયું છે. જે ગયા વર્ષે 32.4 એમએચ હતું. ભારત માટે ઘઉં એક મુખ્ય ધાન છે. જેનું ઉત્પાદન પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વધારે પ્રમાણમાં થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500