દિલ્હી સહિત દેશનાં અમુક રાજ્યોમાં હવામાનનો અલગ-અલગ મિજાજ છે. દેશના ઘણા ભાગોમાં બુધવારે હવામાન સ્પષ્ટ હતુ, જેનાથી લોકોને કમોસમી વરસાદથી થોડી રાહત મળી હતી. વિભાગ પાસેથી મળેલી જાણકારી અનુસાર, આજે પણ ઘણા સ્થળોએ વરસાદ થવાની શક્યતા છે. આજે રાજસ્થાન, હરિયાણાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વિભાગ પાસેથી મળેલી જાણકારી અનુસાર, આજે રાજસ્થાનના ભાદરા, સાદુલપુર, પિલાની, કોટપૂતલી, વિરાટનગર અને હરિયાણાના સિવાની, લોહારુ, મહેન્દ્રગઢ, નારનૌલ વિસ્તારમાં સામાન્ય વરસાદના અણસાર છે.
આ સિવાય આગામી 2 કલાક દરમિયાન હરિયાણાના ફતેહાબાદ, આદમપુર, હિસાર, બાવલ અને રાજસ્થાન તિજારા, અલવર, ઝુંઝુનૂમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હવામાનમાં કોઈ ખાસ પરિવર્તન થવાનું અનુમાન નથી. હવામાન વિભાગ અનુસાર 7 એપ્રિલે મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના અમુક વિસ્તારોમાં વિજળી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, દિલ્હીમાં આજે હવામાન સ્વચ્છ રહેશે. ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી અને પિથૌરાગઢ વિસ્તારોમાં સામાન્ય વરસાદ સાથે હિમવર્ષાની શક્યતા છે.
સાથે જ રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાના અણસાર છે. કર્ણાટકના અમુક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના કરાઘહાલી કોપ્પલૂ, મુદલકોપ્પલૂ, કૃષ્ણરાજનગર અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. આ સિવાય જમ્મુ કાશ્મીરના ગુરેજ ખીણમાં મોડી રાતે સામાન્ય હિમવર્ષા થઈ, ગુલમર્ગમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જોકે આગામી કલાકોમાં સુધારાની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500