કેન્દ્ર સરકારની એક યોજના રૂપિયા 4 લાખ લોકોનાં જીવ બચાવી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ યોજનાની પ્રશંસા કરી છે. WHOનાં અહેવાલમાં, તેણે જણાવ્યું હતું કે, જો જલ જીવન મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં નળનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તો તે સંભવિતપણે ડાયેરિયાનાં કારણે લગભગ 400,000 મૃત્યુને અટકાવી શકે છે. આ સિવાય 1.4 કરોડ લોકોને પાણીજન્ય રોગોથી બચાવી શકાય છે. કેન્દ્ર સરકારનાં ‘જલ જીવન મિશન’ હેઠળ 2024 સુધીમાં ભારતના ગ્રામીણ પરિવારોને નળનું પાણી પૂરું પાડવાનું છે.
અત્યાર સુધીમાં 62.84 ટકા વિસ્તારોમાં આ કામ પૂર્ણ થયું છે. વિશ્વ બેંકના ડેટા અનુસાર, દેશના 12 મોટા નદીના તટપ્રદેશોમાં લગભગ 820 મિલિયન લોકો પાણીની અછતનો સામનો કરે છે. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશનનાં સર્વે મુજબ, ઝારખંડમાં મહિલાઓને પાણી લેવા માટે દરરોજ 40 મિનિટ ચાલવું પડે છે. જ્યારે બિહારમાં આ સમય લગભગ 33 મિનિટનો છે. મહારાષ્ટ્રમાં, તે સરેરાશ 24 મિનિટની આસપાસ છે. 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી હતી અને આ યોજનાનું લક્ષ્યાંક 2024 સુધીનું રાખવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500