ઉચ્છલ તાલુકાના છાપટી ગામની સીમમાં ઉચ્છલ નિઝર રોડ ઉપર મહારાષ્ટ્ર રાજ્ય તરફ જતા રોડના ત્રણ રસ્તા ખાતેથી બાઈક પર સવાર ત્રણ યુવકોને પાસ પરમીટ વગર સરકારી ગ્લોક પિસ્તલ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસોની ટીમ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન મળેલ બાતમીનાં આધારે, ઉચ્છલ તાલુકાના છાપટી ગામની સીમમાં ઉચ્છલ નિઝર રોડ ઉપર મહારાષ્ટ્ર રાજ્ય તરફ જતા રોડના ત્રણ રસ્તા ખાતેથી એક બાઈક નંબર MH/46/M/4651 પર ત્રણ ઇસમો તુષાર સુરેશભાઈ વળવી (ઉ.વ.૨૧), રાજુ લગન્યા નાઇક (ઉ.વ.૨૦) અને પ્રવિણ શુરેશભાઇ વળવી (ઉ.વ.૨૫. ત્રણેય રહે.ગામ વાટવી, નિમ્બવા ફળીયુ તા.નવાપુર જી.નંદુરબાર, મહારાષ્ટ્ર) નાઓને પાસ પરમીટ વગર સરકારી ગ્લોક પિસ્તલ નંગ-૧ જની કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ ૪ મળી કૂલ રૂપિયા ૮૫,૨૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબનો ગુનો શોધી કાઢી આરોપીઓ વિરૂધ્ધ ઉચ્છલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં આરોપીઓના કબજામાંથી મળી આવેલ હથિયાર ગત તારીખ ૧૭/૦૨/૨૦૨૫ નારોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન નોંધાયેલ અને ચોરીમાં ગયેલ સરકારી ગ્લક પિસ્તલ નં-TPI.13 તથા નંગ-૧૦ કારતુસ પૈકી સરકારી ગ્લક પિસ્તલ અને નંગ-૦૪ જીવતા કારતુસ હોવાનું બહાર આવ્યું હતું. આમ, આર્મ્સ એકટનો ગુનો શોધી કાઢી તે ગુના પરથી ઉચ્છલ પોલીસ સ્ટેશનનો ઉપરોકત વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં આવેલ હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500