Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનો યુવક બાઈકમાં ચોરખાનું બનાવી દારૂનું વહન કરતો પોલીસ ચેકીંગમાં ઝડપાયો

  • October 15, 2021 

તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસો ગતરોજ બપોરે 1 વાગ્યાના સમયે ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશનાના વિસ્તારમાં પ્રોહી. ગુન્હાની પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, સોનગઢથી વ્યારા તરફ એક યુવક બાઈક ઉપર દારૂનું વહન કરનાર છે જે બાતમીના આધારે પોલીસે વિરપુર ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી બાઈક નંબર જીજે/19/ક્યુ/3147ને અટકાવી બાઈક ચાલકનું નામ પૂછતા પૃથ્વીભાઈ વિજયભાઈ મોહિતે (રહે.વેગી ફળિયું, વ્યારા) જણાવ્યું હતું. ત્યરબાદ પોલીસે તપાસ હાથ ધરતા બાઈકના સીટમાં તથા પેટ્રોલની ટાંકીમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના ઈંગ્લીસ દારૂની 96 બોટલ મળી આવી હતી. આમ, પોલીસે દારૂની બોટલ જેની કીંમત રૂપિયા 4800/- તથા 1 નંગ મોબઈલ જેની કીંમત 3000/- અને બાઈકની કીંમત રૂપિયા 15,000/- મળી કુલ રૂપિયા 22,800/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application