વ્યારાના માલીવાડથી ખુશાલપુરા ગામની શુકન સોસાયટીમાં થ્રી વ્હીલ ટેમ્પો લઈને જઈ રહેલા એક પરિવારને અકસ્માત નડ્યો હતો, આ અકસ્માતના બનાવમાં શાકભાજીનું છુટક વેચાણ કરતા શખ્સનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જયારે પત્ની અને બાળકને વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મૂળ વ્યારાના માલીવાડમાં મિશ્ર શાળાની સામે આવેલ બેકરીની બાજુમાં રહેતા અને હાલ ખુશાલપુરા ગામની શુકન સોસાયટીમાં અકરમસા ભીખનસા ફકીર પોતાના પરિવાર સાથે રહે છે અને તેઓની પાસે એક થ્રી વ્હીલ ટેમ્પો છે જેમાં છુટક શાકભાજીનું વેચાણ કરી ગુજરાન ચલાવ હતા, જોકે ચારેક દિવસથી મહારાષ્ટ્ર ખાતે સગા સબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જવાનું થતા થ્રી વ્હીલ ટેમ્પો માલીવાડ ખાતે મૂકી ગયા હતા, તા.૧૧મી મે ની મોડીરાત્રે લગ્ન પ્રસંગ માંથી પરત ફરી માલીવાડ ખાતે મુકેલ ટેમ્પો લઈને ખુશાલપુરા ખાતે આવેલ શુકન સોસાયટીમાં તેમના ઘરે જવા માટે નીકળ્યા હતા, તે દરમિયાન વ્યારા ગોરૈયા ફળિયાની સીમમાંથી પસાર થતા હતા અને અકરમસાની પત્ની તથા બાળકો ટેમ્પો પાછળ બેઠા હતા,
દરમિયાન રાત્રીના આશરે પોણા બે વાગ્યાના સમયે અકરમસાભાઈએ અચાનક ટેમ્પો રોડની ડાબી સાઈડ એ આવેલ ઝાડ સાથે અથડાવી દેતા તેઓ ટેમ્પાના સ્ટેરીંગ સાથે દબાઈ ગયા હતા, પત્ની અને બાળકને ૧૦૮ મદદથી સારવાર માટે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પરિવારજનો પણ દોડી આવ્યા હતા તેઓને અકરમસાભાઈ ટેમ્પોમાં દબાઈ ગયેલા હોવાનું જણાવતા પરિવારજનોએ અકસ્માત સ્થળે જઈ તપાસ કરતા ટેમ્પો નંબર જીજે/૨૬/ડબ્લ્યુ/૦૬૫૬ રોડની ડાબી સાઈડ એ ઝાડ સાથે ટેમ્પો અથડાયેલ હતો અને અકરમસાભાઈ ટેમ્પોના અંદર સ્ટેરીંગ સાથે દબાયેલી હાલતમાં હતા અને બેભાન હાલતમાં હતા. જેથી આ ટેમ્પોને રસ્તા ઉપર બહાર કાઢી અકરમસાભાઈને ટેમ્પો માંથી બહાર કાઢી ખાનગી વાહનમાં વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે અકબરસા ભીકનસા ફકીર નાઓએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તા.૧૨મી મે નારોજ બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500