Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના કુંભારવાડમાંથી જુગાર રમતા ચાર વ્યક્તિઓ પકડાયા

  • January 10, 2021 

વ્યારાના કુંભારવાડમાં તીન પત્તીનો-ગંજીપાનાનો જુગાર રમતા 4 જુગારીયાઓને પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા 9,030/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

મળતી માહિતી અનુસાર વ્યારા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વ્યારાના કુંભારવાડમાં હનુમાન મંદિર પાસે નવાં બનતા મકાનના ઓટલા ઉપરથી તીન પત્તીનો ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમતા (1) દિલીપભાઇ જયંતિલાલ પ્રજાપતિ રહે, કાનપુરા કુંભારવાડ માતાજીના મંદિર પાસે તા.વ્યારા (2) એનુલભાઇ સિંકદરભાઇ મલેક રહે,એસ.ટી ડેપોની બાજુમાં, નવાગામ જમાદાર ફળીયુ સોનગઢ (3) કલ્પેશ બહાદુરભાઇ ગામીત રહે, વ્યારા શંકર ફળીયુ, કપુરા પંચાલની બાજુમાં તા.વ્યારા (4) વિશાલ કેશવભાઇ શાહ રહે, ઇન્દુ ગામ, જલારામ સોસાયટી તા.વ્યારા નાઓને ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાનાં સાધનો, પકડાયેલ ઇસમોની અંગ ઝડતી માંથી મળી આવેલ રોકડા રૂપિયા 6330/- મળી કુલ રૂપિયા 7030/- તથા મોબાઇલ નંગ-4 જેની અંદાજે કિંમત રૂપિયા 2,000/- મળી કુલ રૂપિયા 9,030/- ના મુદ્દામાલ સાથે 4 જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application