રાજ્યમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે તાજેતરમાં ઈન્દુ ટેક્નિકલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વન્યપ્રાણીઓ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન સામાજિક વનીકરણ વ્યારા રેન્જ, ડબ્લ્યુસીસીબીના વોલેન્ટીયર તથા એનીમલ રેસ્કયુ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વન્યપ્રાણીઓમાં ખાસ કરીને દીપડો દેખાય તો શું તકેદારી રાખવી એ અંગે સામાજિક વનીકરણના અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી. ડબ્લ્યુસીસીબીના વોલેન્ટીયર અબરાર મુલતાની દ્વારા સાપ વિશે માહિતી આપતા ગુજરાતમાં જોવા મળતા સાપ અંગે, ઝેરી અને બિન ઝેરી સાપ અંગે તથા લોકોમાં સાપ વિશે અંધશ્રધ્ધા જોવા મળે છે તે અંગે સાચી સમજણ આપવામાં આવી હતી. રેસ્કયુટીમના મેમ્બર અનંત પટેલ દ્વારા સર્પદંશ વખતે લેવાની સારવાર બાબતે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વ્યારા રેન્જ આરએફઓ, રાઉન્ડ ફોરેસ્ટર, વ્યારાના ડબ્લ્યુસીસીબી વોલેન્ટીયર, રેસ્ક્યુ ટીમના મેમ્બર્સ તથા ઈન્દુ ટેક્નિકલ સ્કૂલના આચાર્ય તથા વિદ્યાર્થીઓ સમાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application