Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આગામી તા.૦૫ ડિસેમ્બર સુધી લંબાવાયો

  • December 04, 2021 

ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૨ની લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાનમાં મુખ્ય નિર્વાચન અધિકારીના કાર્યાલયના પત્ર ક્રમાંક:ઇએલઆર/૧૪૨૧/૧૫૬(૨)/૨૧ તા.૦૧ ૧૨ ૨૦૨૧ થી હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો વધારી તા.૦૧/૧૨/૨૦૨૧ થી તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ હક્ક દાવાઓ અને વાંધા અરજીઓનો સ્વીકારવાનો સમયગાળો આગામી તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે.મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી બી.એલ.ઓ દ્વારા હાઉસ ટુ હાઉસ વીઝીટ કરવામાં આવશે, ઉક્ત દિવસોએ સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક દરમિયાન રહેણાંક વિસ્તારમાં ફોર્મ નં.૬ માં નામ ઉમેરવા તથા ફોર્મ નં.૭ માં નામ કમી કરવા માટે નમુનાઓ મેળવી શકાશે તેમજ ભરેલ અરજીઓ તે જ સ્થળૉએ પરત કરી શકાશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલ BLA ના સહકારથી મતદારયાદીનાં મુસદ્દાની ચકાસણી કરી, ક્ષતિ હોય તો તે શોધવા BLA ને હાઉસ ટુ હાઉસ વિઝીટ દરમિયાન પદનામિત અધિકારી સાથે નિયોજીત સ્થળે ઉપસ્થિત રહી જાહેર જનતાને સહાય કરશે. મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ હક્ક દાવા અને વાંધા અરજીઓનાં નિકાલ તા.૨૦/૧૨/૨૦૨૧ સુધીમાં નિકાલ કરવામાં આવશે. આ સૂચિ મુજબ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૫/૦૧/૨૦૨૨ ના રોજ કરવામાં આવશે.આ ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઇટ www.nvsp.in તથા www.ceo.gujarat.gov.inતથા વોટર હેલ્પ લાઇન એપ્લીકેશન (VHA) તથા ગરૂડા એપ્લીકેશન પર ઓનલાઇન અરજી પણ કરી શકાશે. તેમજ વધુ વિગતો માટે ૧૯૫૦ નંબર ઉપર (કામકાજના દિવસ દરમિયાન) સંપર્ક કરવા તથા મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે જાહેર જનતાને પુરતો સહકાર આપવા જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણીયા તરફથી અખબારી યાદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application