Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેલિકોમ્યુનિકેશન વિભાગે વોડાફોન આઈડિયાને ૬૦૯૦ કરોડ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ કર્યો

  • February 14, 2025 

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (ડીઓટી)એ દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાને ૬૦૯૦.૭૦ કરોડ રૂપિયા બેંક ડિપોઝીટ કે ૫૪૯૩.૨ કરોડ રૂપિયા રોક્ડા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. ૨૦૧૫માં મેળવેલા સ્પેક્ટ્રમની બાકી ચુકવણીના ભાગરૂપે આ રકમ માંગવામાં આવી છે. કંપની બાકી રકમની ચુકવણી ઇક્વિટી દ્વારા કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે ચર્ચામાં છે. દેવાના ડુંગર હેઠળ દબાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે વોડાફોન આઈડિયાને ૬૦૯૦ કરોડ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ કર્યો છે.


અહેવાલ અનુસાર આ ગેરંટી ૧૦ માર્ચ, ૨૦૨૫ પહેલા આપવી પડશે અને તે એક વર્ષ માટે માન્ય રહેશે. ૨૦૧૫ પછી ખરીદેલા સ્પેક્ટ્રમ માટે ચૂકવણી સાથે સંબંધિત આ માંગમાં ૫૪૯૩ કરોડ રૂપિયા રોકડામાં જમા કરાવવાનો વિકલ્પ પણ છે. કંપનીની નાણાકીય સ્થિતિ પહેલેથી જ નબળી છે અને નવા ભંડોળ માટે હજુ સુધી કોઈ સ્પષ્ટ સમયરેખા આપવામાં આવી નથી. વિશ્લેષકો કહે છે કે, જો ભંડોળ સમયસર નહીં મળે, તો આગામી દોઢ મહિનામાં કંપનીની રોકડ સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે.


જોકે કંપનીએ આગામી દિવસોમાં નેટવર્ક વિસ્તરણ પાછળ રૂ.૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાનો આશાવાદ વ્યકત કરતા શેરબજારના ખેલાડીઓનું માનસ મજબૂત બન્યું છે તેથી શેર ૬-૭ ટકાના ઘટાડાને પચાવીને રિકવર થઈ દિવસના અંતે ૩ ટકાના વધારા સાથે બંધ આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ વોડાફોન આઇડિયામાં ૨૩.૧૫ ટકા હિસ્સા સાથે સરકાર સૌથી મોટી શેર હોલ્ડર છે. કંપનીના પ્રમોટર આદિત્ય બિરલા ગ્રુપ પાસે ૧૪.૭૬ ટકા અને વોડાફોન ગ્રુપ પાસે ૨૨.૫૬ ટકા હિસ્સો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application