Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વાસથી વિકાસ યાત્રા : પલસાણા ખાતે ૧૬ સ્વસહાય જૂથોને રૂ.૮૭ લાખના ચેકોનું વિતરણ

  • September 19, 2022 

'વિશ્વાસ થી વિકાસ' યાત્રા અંતર્ગત સુરત જિલ્લાના પલસાણા ખાતે કૃષિરાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાહનવ્યવહાર, પ્રવાસન, યાત્રાધામ વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે ૧૬ સ્વસહાય જૂથોને રૂ.૮૭ લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.૧૬.૫૦ લાખની લોન અને રૂ.૭૦.૫૦ લાખના કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનો સમાવેશ થાય છે. સાથોસાથ, અહીં આયોજિત નિ:શુલ્ક તબીબી નિદાન અને સારવાર કેમ્પમાં સ્વસહાય જૂથની બહેનોએ નિ:શુલ્ક સ્વાસ્થ્ય પરિક્ષણ કેમ્પમાં કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ મૂકાવ્યા હતા.



              


આ પ્રસંગે કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારની મિશન મંગલમ યોજના મહિલાઓને ઉન્નત અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. સખી મંડળોની રચના થકી લઘુ અને ગૃહઉદ્યોગોના પ્રમાણમાં થયેલા ભરખમ વધારાને કારણે સ્ત્રીઓ આર્થિક સક્ષમ બની પરિવારને આધારરૂપ બની રહી છે, મહિલાઓ પરિવાર, સમાજ અને રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી બને, દેશના સર્વાંગી ઉત્થાનમાં યોગદાન આપે તે માટે સરકાર વિશેષ કાળજી લઈ રહી છે, જેના પરિણામે ગુજરાત મહિલા સશક્તિકરણમાં અગ્રેસર બન્યું છે એમ જણાવી મહિલાઓને કોઈ અવરોધ કે સમસ્યાઓ હોય તો મદદ માટે તત્પરતા દર્શાવી હતી.



             

સ્વસહાય જૂથની બહેનો દ્વારા થતી મીટર રીડીંગ, રત્નકલાકારી અને સેનેટરી નેપકીન બનાવવા જેવી કામગીરીને બિરદાવતા મંત્રીએ ઉપસ્થિત સખીમંડળની બહેનો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહન આપ્યું હતું, અને આ મહિલાઓ અન્ય બહેનો માટે પ્રેરણારૂપ ગણાવી હતી.વધુમાં મંત્રીએ સ્વસહાય જૂથની બહેનો સ્વનિર્મિત ચીજોનું વેચાણ સહ પ્રદર્શન કરી શકે અને સરળતાથી આવક મેળવી શકે એ માટે સુરતના દરેક તાલુકામાં સ્થાનિક સખી મંડળોને જગ્યા ફાળવવા અંગેનું રચનાત્મક સૂચન જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા વિકાસ અધિકારીને કર્યું હતું.આ અવસરે વિવિધ તાલુકાઓના સખી મંડળોને બેંકો દ્વારા રૂ.૧૧.૫૦ કરોડની કેશ ક્રેડીટ લોન મંજૂર કરવામાં આવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application