Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

૧૪માં નાણાંપંચ હેઠળ વાલોડ તાલુકના દેગામા અને શિકેર ગામે વિકાસના કામો પૂર્ણ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી

  • June 15, 2021 

રાજય સરકાર દ્વારા જનહિતના વિકાસના કાર્યો માટે દર ૫ વર્ષે નાણાપંચ હેઠળ અમુક રાશી અનુદાન આપવામાં આવતું હોય છે. જે અન્વયે તાપી જિલ્લામાં ૧૪માં નાણાંપંચ વર્ષ ૨૦૧૫–૨૦૨૦ના પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન બેઝિક અને પર્ફોમન્સ ગ્રાન્ટ એમ બે પ્રકારની ગ્રાન્ટ મળી હતી છે. આ અનુદાનનો ઉપયોગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ જેવી કે, પીવાનું પાણી પુરૂ પાડવું, સેનીટેશન, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ,આંતરિક રસ્તાઓ, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્રોમાં ખુટતી સુવિધાઓ, વીજળીકરણના કામો (સ્ટ્રીટ લાઈટ), કોમ્યુનિટી એસેટના અને કબ્રસ્તાન/સ્મશાનગૃહના કામો જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

 

 

 

 

આ અનુદાન અન્વયે તાપી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ વિકાસના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ૧૪મું નાણાપંચ યોજના વર્ષ ૨૦૧૯–૨૦ અંતર્ગત વાલોડ તાલુકાના દેગામા ગામે કોકણવાડ બેડી ફળીયામાં મેઈન રસ્તાથી ગુલાબભાઈ કોકણીના ઘર તરફ જતાં સી.સી. રસ્તાનું કામ તથા શિકેર ગ્રામ પંચાયત ઓફીસ ફરતે કમ્પાઉન્ડ હોલ ગેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. કામગીરી પૂર્ણ થતા ગ્રામજનોની સુવિધામાં વધારો થતા આનંદની લાગણી વ્યાપી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application