વ્યારા નગરપાલિકામાં દબાણ ખાતા અધિકારીને નગરપાલિકાની ઓફીસમાં જ શોર્ટનો કોલર પકડી તેને ખેચીને નગરપાલિકાના મેઇન ગેટ ઉપર લઇ જઇ ઠક્કર પરિવારના લોકોએ ઢીકામૂકીનો મારમારી બરાબરનો ફટકાર્યો છે. એટલું જ પાલિકામાં તોડફોટ કરી અધિકારીને મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે.
ધીરૂભાઈને "સાલા ઢેડા મારી બેનને તુ કેમ ગાળ આપી" તેવી જાતિ વિષયક મંગા ઠક્કરએ ગાળો આપી હતી
માહિતી મુજબ વ્યારા નગરપાલિકામાં દબાણ ખાતામાં અધિકારી તરીકે ફરજ બજાવતા ધીરૂભાઈ નાથુભાઈ ભારતી આજરોજ નગરમાં આવેલ જુની વૈભવ ટૌકીઝ પાસેની ખાઉદર ગલીમાં વિઝીટ ઉપર ગયા હતા. જોકે ત્યાં નવી નાસ્તાની લારી દબાણ કરીને મુકેલાનું નજરે પડતા ધીરૂભાઈએ નાસ્તાની લારી ઉપર હાજર ઇસમને લારીના માલિક સુહાગભાઇને નગરપાલિકાની ઓફિસે મોકલી આપવાનું જણાવી તેઓ નગરપાલિકાની ઓફિસ ઉપર આવી ગયા હતા.
આ દરમિયાન મંગા ઠક્કર, સુહાગ ઠક્કર, અનિશભાઇ ઠક્કર તથા મિતુબેન ઠક્કર તમામ રહે-વ્યારા નાઓ ભેગા મળીને નગરપાલિકાની ઓફિસમાં દોડી આવ્યા હતા અને ધીરૂભાઈને "સાલા ઢેડા મારી બેનને તુ કેમ ગાળ આપી" તેવી જાતિ વિષયક મંગા ઠક્કરએ ગાળો આપી હતી અને મંગા ઠક્કરની સાથે પાલિકાની ઓફિસમાં ધસી આવેલા ઠક્કર પરિવારના લોકોએ ધીરુભાઈને ઢીક્કા મુક્કીનો મારમારી તેમનો શર્ટનો કોલર પકડી ધીરૂભાઈને ખેંચીને નગરપાલિકાના મેઇન ગેટ ઉપર લઇ જઇ મારમારી,નાલાયક ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહીં નગરપાલિકાના દરવાજાને લાત મારી દરવાજો તોડી સરકારી સંપતીને પણ નુકશાન પહોંચાડ્યું હતું.
બનાવની જાણ વ્યારા પોલીસને થતા ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ધીરૂભાઈ ભારતીની ફરિયાદના આધારે ઠક્કર પરિવારના એક મહિલા સહિત ચાર લોકો સામે સરકારની સંપતીને નુકશાન પહોંચાડવું,અધિકારીની ફરજમાં અડચણ ઉભી કરવી તેમજ એકટ્રોસીટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કોની કોની સામે ફરિયાદ નોંધાઈ ?? : મંગા રમેશભાઇ ઠક્કર, સુહાગભાઇ રમેશભાઇ ઠક્કર, અનિશભાઇ ઠક્કર, મિતુબેન અનિશભાઇ ઠક્કર તમામ રહે, વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500