Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : કલેકટરનાં અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ ક્રાઇસિસ ગૃપની બેઠક યોજાઈ

  • June 01, 2023 

માહિતી વિભાગ દ્વારા વલસાડ, ઓફસાઈટ ઇમરજન્સી મોકડ્રીલનું આયોજન કરવા સૂચનો આપ્યા વલસાડ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા એસ. આગ્રેની અધ્યક્ષતામાં તા.૩૧ મે’ના રોજ વલસાડ ડિસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગૃપની બેઠક મળી હતી. જેમાં ડીસ્ટ્રીક્ટ ક્રાઈસિસ ગૃપનાં મેમ્બર સેક્રેટરી અને નાયબ નિયામકે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય દ્વારા જિલ્લાના કેમીકલ કારખાનાઓની સંખ્યા, તેમના પ્રકાર અને ગયા વર્ષમાં થયેલ અકસ્માતોની વિસ્તૃત માહિતી આપી હતી.


જિલ્લાના કારખાનાઓમાં સલામતી વધારવા અને તેનાથી અકસ્માતો ઘટે તેના માટે કલેકટરએ માર્ગદર્શન આપી જિલ્લામાં ઓફસાઈટ ઈમરજન્સી પ્લાનનું મોકડ્રીલ કરવા માટે સ્થળ, સિનારીઓ નક્કી કરવા અને આગામી ટૂંક સમયમાં મોકડ્રીલ કરવા સૂચન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application