વલસાડનાં મોગરાવાડી વિસ્તારમાં એક પરિવારના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી કલવાડાનાં એક મંડપ ડેકોરેટરના કામદારો મંડપ બાંધવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન બાજુમાંથી પસાર થતી વીજ લાઈનના સંપર્કમાં આવી જતા કામદારને કરંટ લાગતા ઉપરથી નીચે પટકાયો હતો. ત્યારબાદ તુરંત 108ની મદદથી વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડના મોગરાવાડી ખાતે યોજાનારા એક લગ્ન પ્રસંગમાં મંડપ બાંધવાનું કામ શ્રી ક્રિષ્ના ડેકોરેટરને આપવામાં આવ્યું હતું.
જોકે ગતરોજ સાંજે ડેકોરેટરના કામદારો મંડપ બંધવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન બાજુમાંથી પસાર થતી વીજ લાઈનને મંડપનો સળિયો અડી જતા ડેકોરેટરનો કામદાર પરાગભાઈ શ્યામજીભાઈ વાઘને કરંટ લાગ્યો હતો અને મંડપ બાંધતા ઉપરથી નીચે પટકાયો હતો. ઘટનાની જાણ સાથે કામદારો અને લગ્ન પ્રસંગના પરિવારજનોને થતા દોડધામ મચી ગઇ હતી. જયારે સ્થાનિક લોકો અને 108ની મદદથી લગ્ન અયોજકનાં પરિવારનાં સભ્યોએ શ્રમિક પરાગ વાઘને નજીકની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. શ્રમિકનો જીવ બચી જતા લગ્ન આયોજકના પરિવારના સભ્યો અને ડેકોરેટરના સંચાલકે રાહતનો શ્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application