વલસાડના કપરાડા ગામે ભાડેથી રૂમ રાખી તેમાં લોકોને સારવાર આપતા બોગસ તબીબની આરોગ્ય અને પોલીસની ટીમે ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 30,813/-ની દવા કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવા મેડીકલ ઓફિસર ડો.નીરતી વી.પટેલ અને પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.આર.ભાદરકાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચાંદવેગણ પાથરપાડા ફળિયામાં સંતુ કાકડ કોદિયાના ભાડાના રૂમમાં કોઇ પણ સક્ષમ સંસ્થા અથવા ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદે રીતે ડોક્ટરની પ્રેક્ટીસ ચલાવી માનવ જીવનના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી માનવ જીંદગી જોખમાય તે રીતે બેજવાબદાર પૂર્વક દર્દીઓને સારવાર આપતા આરોપી ઉત્પલ સુસંતા હલડેર (ઉ.વ.26, મુળ સીમલપુર પોલીસ સ્ટેશન હાવડા તા.બારાસત) નાની ધરપકડ કરી તેની પાસેથી કુલ રૂપિયા 30,813/-ની દવા કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application