કલવાડામાં રહેતા અને ખેરગામમાં ચશ્માની દૂકાન ચલાવતા પુર્વેશ ધીરૂભાઇ ખાંડાવાલાના ફુવા મનુભાઇ કલવાડિયા અને ફોઇ સવિતાબેન કલવાડિયા (ઉ.વ.65)નાઓ કલવાડાનાં સહકાર ચોકમાં પતિ-પત્ની એકવા જીવન ગુજારે છે. જોકે આ વૃધ્ધ દંપતિને સંતાન નથી. તેમજ બંને ફોઇ અને ફુવા પેરાલિસિસિની બિમારીથી પિડાય છે.
તે દરમિયાન સવારના ગળામાં ફોઇ સવિતાબેનની લાશ ઘરની નજીકના આંબાના ઝાડ પર નાયલોનની દોરી સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં કોઇ નવીનભાઇએ પુર્વેશભાઇના માતા તારાબેનને ફોન પર જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં સરપંચ અને પોલીસે આવી મરનાર વૃધ્ધાના મૃતદેહને 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે બનાવ અંગે રૂરલ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application