વલસાડ પોલીસને કન્ટ્રોલ રૂમ દ્વારા બાતમી મળી હતી કે, ધરમપુર ચોકડી ઉપર બ્રિજ નીચે બે ટ્રક ઉભેલી છે અને તેમાં ક્રુરતા સાથે પશુ ભરેલા છે જે બાતમીના આધારે, સીટી પોલીસની ટીમ હાઇવે પર ધરમપુર ચોકડી ઉપર પહોંચી બંને ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં પાર્ટીશન કરીને ભેંસો અને બચ્ચાં મળી આવ્યા હતા. જોકે બંને ટ્રકમાં કુલ 17 ભેંસ અને તેના 17 બચ્ચાં ભરેલા હતા. પોલીસે ટ્રક ચાલક અને તેમાં બેઠેલા ઇસમોની પુછપરછ કરી પશુઓની હેરાફેરી માટે પાસ પરમીટ માંગી હતી. પરંતું તેમાં માત્ર એક ટ્રકવાળા પાસે 8 ભેંસની પરમીટ હોવાનું જણાવ્યું હતું. જ્યારે બાકીની ભેંસો અને બચ્ચાંની હેરાફરી ગેરકાયદેસર રીતે કરાતી હોવાનુ બહાર આવ્યું હતું. આમ, પોલીસે બંને ટ્રક જેની કીંમત રૂપિયા 8,58,500/-ની અને ભેંસ તેમજ બચ્ચાં મળી કુલ રૂપિયા 24.58 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજસ્થાન અને નાસિકના પકડાયેલા ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application