તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુડ ગવર્નન્સ અંતર્ગત વાલોડ તાલુકાના ગોલણ ગામે કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદાર સહિત ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ હતી. આ રાત્રી સભામાં હથુંકા, ભીમપોર, નાલોઠા, દાદરીયા ગામના લોકો ખૂબ જ ઉત્સાહથી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની વ્યક્તિગત અને સામુહિક વિવિધ યોજનાઓની જાણકારી અને લાભ સૌને મળે તે હેતુથી જિલ્લામાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના સમયે જયારે મોટાભાગના લોકો પોતાની દિનચર્યા પુરી કરી ઘરે પરત આવી જતા હોય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર આપના ઘર આંગણે સરકારની સેવાઓ અંગે જાણકારી આપવા આવ્યું છે. ત્યારે સૌએ વિવિધ વિભાગોના યોજનાકિય લાભો લેવો જોઇએ. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયતની યોજનાકીય જાણકારી આપી તેનો લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. જિલ્લા પોલીસ વડાએ પણ વિવિધ કાયદાકીય જોગવાઓ બાબતે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડયું હતું. ધારાસભ્યએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવવાના સરાહનિય પહેલને આવકારી હતી. આ પ્રસંગે રાત્રી ગ્રામસભા દરમિયાન રજૂ થયેલ મોટા ભાગના વ્યક્તિગત/સામુહિક પ્રશ્નોનું સ્થળ પર નિવારણ કરવામાં આવ્યું હતું જ્યારે કેટલાક નીતિ વિષયક પ્રશ્નો બાબતે રાજ્ય કક્ષાએ રજુઆત કરી વહેલી તકે ઉકેલ લાવવાની વહીવટી તંત્રે ઉપસ્થિત ગ્રામજનોને હૈયાધારણ આપી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application