ઉત્તરકાશીમાં રવિવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા લાગતા જ લોકો પોતાના ઘરો અને દુકાનોની બહાર નીકળી આવ્યા હતા. રિક્ટેર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 માપવામાં આવી છે.રવિવારે ઉત્તરકાશીમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો ભૂકંપ 12:37 વાગ્યે આવ્યો હતો. જેની તીવ્રતા 3.6 માપવામાં આવી છે. બીજો આંચકો 12:54 વાગ્યે અનુભવાયો જે હળવો હતો.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલે જણાવ્યું કે, ભૂકંપને કારણે કોઈ જાનહાની અહેવાલ નથી મળ્યા. ભૂકંપના આંચકા જિલ્લા મથક, માનેરી, માટલી, જોશીયાડા, ભાટવાડી વિસ્તારમાં અનુભવાયા હતા. અન્ય તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા નહોતા.આ વર્ષે એપ્રિલમાં પણ ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પુરોલા, મોરી, નૌગાંવ અને બરકોટ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વિસ્તારો હિમાચલની સરહદને અડીને આવેલા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500