સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાએ પણ પોતાની સંપત્તિની માહિતી જાહેર કરવી પડશે. સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટે નિર્ણય લીધો છે કે, સુપ્રીમ કોર્ટમાં જજનું પદ સંભાળી રહેલા તમામ જજોને પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી પડશે. સંપત્તિની તમામ વિગતો સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, દેશના CJI અને જજે પોતાની સંપત્તિઓ વિશે સંપૂર્ણ વિગતો સ્વેચ્છાએ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે. હાલ CJI સહિત સુપ્રીમ કોર્ટના કુલ 30 જજએ પોતાની સંપત્તિ જાહેર કરી છે. જેમાં CJI સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવાઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ અભય એસ. ઓક, જસ્ટિસ જે.કે. મહેશ્વરી, જસ્ટિસ બીવી નાગરત્ના સહિતના જજ સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application