Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગિરિમથક સાપુતારા સહિત તળેટીનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી

  • April 08, 2023 

ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ગતરોજ બપોરે એકાએક વાતાવરણ બદલાતા વીજળીનાં કડાકા ભડાકા સાથે કમૌસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી, જ્યારે ખેડૂત આલમ ચિંતા ગ્રસ્ત બન્યો હતો. મળતી માહિતી અનુસાર, ગતરોજ સવારથી જ વાતાવરણમાં ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જોકે બપોરે ગિરિમથક સાપુતારા સહિત તળેટીનાં માલેગામ, જોગબારી, ગોટીયામાળ, સામગાહન, ભૂરાપાની, છુટા છવાયા વિસ્તારોમાં કમૌસમી વરસાદ તૂટી પડ્યો હતો.




જોકે સતત અડધો કલાક પડેલા માવઠાને પગલે માર્ગો પર પાણી રેલાયા હતા, જેના પગલે ખેતરોમાં ઘઉં, ચણા, કઠોળ, ડુંગળી, સહિત શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને નુકશાન થવાની ભીતિ સેવાઇ હતી. કમૌસમી વરસાદને પગલે અસહ્ય ગરમીથી પીડાતા લોકોએ રાહત મેળવી હતી. જોકે ગિરિમથક સાપુતારામાં ઝરમર વરસાદને પગલે વિકેન્ડ માણવા આવેલા સહેલાણીઓને બેવડી ઋતુમાં આનંદ બેવડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application