દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અમલસાડ મંડળી માંથી રોજ લાખો ટન ચીકુનું નિકાસ કરવામાં આવે છે અત્યારે મંડળીમાં 10,000 મણ ચીકુની આવક રોજની થઈ રહી છે જેની સામે જાવક ઘટી રહી છે કારણ કે અમલસાડથી દિલ્હી મહારાષ્ટ્ર જયપુર જેવા રાજ્યોમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રકો મળી નથી રહ્યા અને ટ્રેન સેવા જે શરૂ કરવામાં આવી છે એ ટ્રેનમાં પૂરતા પ્રમાણમાં જથ્થો ન જતા આ વખતે મંડળીએ અંદાજિત 10 લાખ રૂપિયાની ખોટ કરવાનો વારો આવ્યો છે.
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાની અસરની આગાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે નવસારી જિલ્લાનાં જલાલપુર, ગણદેવી સહિતના તાલુકામાં રાત્રિ સમયે કમૌસમી વરસાદ વરસ્યો હતો જેને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા તો વધી છે અને આ વખતે કેરી અને ચીકુ નો પાક ફરીથી નિષ્ફળ જાય એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે હવામાન વિભાગની આગાહીના પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પહેલા જ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા.
ખેતીવાડી વિભાગમાં અત્યાર સુધી ખેતીમાં નુકસાન અંગેની કોઈ ખેડૂતે માહિતી આપી નથી. પરંતુ જો ખેડૂતો પાસેથી આની માહિતી મળશે તો આગામી સમયમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. વાતાવરણમાં સતત થતા અનિચ્છનીય ફેરફારો જેની સીધી અસર ખાસ કરીને બાગાયતી પાકો ઉપર જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષથી નિષ્ફળ જતી કેરી અને ચીકુનો પાક ઉપર પણ આ વખતે કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું છે જેને લઇને ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ તમામ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની વ્હારે આવે તેવી માંગ ઉઠવા પામી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500