નવસારી અને ડાંગ જિલ્લામાં તારીખ 13 અને 14 માર્ચનાં રોજ કમોસમી વરસાદની આગાહી કરાઇ હતી. જોકે રવિવારે ભારતીય મોસમ વિભાગે કરેલ આગાહી થોડી બદલાઇ છે. મોસમ વિભાગની આગાહી મુજબ તારીખ 15 માર્ચનાં રોજ ડાંગ જિલ્લા ઉપરાંત નવસારી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવેલી છે. જયારે તારીખ 16 માર્ચનાં રોજ ડાંગ જિલ્લામાં જ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા હાલ દર્શાવવામાં આવી છે. જયારે 6 અગાઉ પણ બંને જિલ્લામાં વરસાદની આગાહી કરાઇ હતી અને છૂટો છવાયો વરસાદ પડ્યો પણ હતો.
ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લો એ બાગાયતી પાકનો જિલ્લો હોય અને અહીં 33 હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર હોવાને લઇને ખેડૂતોમાં આ આગાહી ચિંતા ઉભી કરી રહી છે. રવિવારે નવસારી પંથકમાં સવારના સમયે લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી અને બપોરે તો પારો 38.5 ડિગ્રીએ પહોંચતા લોકોએ ભારે ગરમીનો અનુભવ કર્યો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે 69 ટકા અને બપોરે 22 ટકા નોંધાયું હતું. તેમજ દિવસ દરમિયાન પવન સરેરાશ 5.6 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application