પોલીસ વાસ્તવમાં પ્રજાની મિત્ર છે. એ વાત સુરત ગ્રામ્ય પોલીસના માવતર નામના એક અનોખા પ્રયાસે પુરવાર કરી બતાવ્યું છે. માવતર કાર્યક્રમ તળે મહિનામાં એક દિવસ એક કલાક સુરત જિલ્લા પોલીસના કોન્સ્ટેબલથી લઇ પોલીસ અધિક્ષક સુધીના તમામે તમામ કર્મચારીઓ અને અધિકારીઓ એક એક સિનિયર સિટિઝનની મુલાકાત લઇ તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કરે છે. સાથોસાથ તેના નિવારણ માટે પણ યત્ન કરે છે.
આ અંગે જિલ્લા પોલીસ વડા ઉષા રાડાનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે સુરત જિલ્લામાં કુલ ૧,૪૬૧ સિનિયર સિટિઝન છે. જેમાંથી પ્રથમ તબક્કામાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ લગભગ પચાસ ટકા એટલે કે ૫૪૩ સિનિયર સિટીઝનનો સંપર્ક કર્યો હતો.
પોતે મહુવા તાલુકાના કાની ગામના ભાટિયા ફળિયામાં રહેતા એક આદિવાસી વૃદ્ધાને મળ્યા હતા. ત્યાં જઇને સ્થિતિ જોઇ તો કાચું મકાન હતું. જેમાં વરસાદી પાણી પડતું હતું. પરિણામે બેસવાની કે ઊંઘવાની પણ તકલીફ પડે તેવી હાલત હતી. જેથી આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક અસરથી તાડપત્રી અને ખાટલાની વ્યવસ્થા પોલીસે કરી આપી હતી. જેથી હવે પાણી પડવાનો પ્રશ્ન નહીં રહે અને ઊંઘવા માટે પણ વ્યવસ્થા થઇ ગઇ હતી.
તેમણે કહ્યું કે આ રીતે મહિનામાં એક વખત પોલીસ સામે ચાલીને સિનિયર સિટીઝન પાસે જશે એટલે તેમને કોઇના તરફથી પરેશાની હશે તે આપોઆપ દૂર થઇ જશે. કોઇ કિસ્સામાં દીકરા-વહુ તરફથી તકલીફ હોય, કોઇ કિસ્સામાં ટપોરીઓ પરેશાન કરતા હોય એ બધું આપો-આપ બંધ થઇ જશે. કારણ કે એ લોકોને હવે ખ્યાલ આવશે કે મહિનામાં એક વખત પોલીસ આવે છે. જેથી સિનિયર સિટીઝન પોલીસને જણાવી દેશે તો આપણે તકલીફમાં મૂકાઇ જઇશું. આ રીતે સિનિયર સિટીઝન ની તકલીફ દૂર કરવાનો આ એક પ્રયાસ છે.
જ્યારે આ આદિવાસી વૃદ્ધાએ કહ્યું દીકરી ભગવાન તારું ભલે કરે ત્યારે તેમણે જે અંતરથી આશીર્વાદ આપ્યા એ ઘડી મારા માટે જીવનની સૌથી શ્રેષ્ઠ ઘડી હતી. (ઉષા રાડા,પોલીસ અધિક્ષક. સુરત ગ્રામ્ય પોલીસ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકારેલી ગામની સીમમાંથી જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા
April 05, 2025