કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને પ્રથમ મુખ્યમંત્રી મળી ગયા છે. નેશનલ કોન્ફરન્સના લીડર ઓમર અબ્દુલ્લાહે મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા. તેમની શપથવિધિના કાર્યક્રમમાં I.N.D.I.A. ગઠબંધનના ટોચના નેતાઓએ હાજરી આપી હતી. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, સંજય સિંહ સહિત અનેક દિગ્ગજો સામેલ હતા. શેર એ કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આ કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સની સરકારને બહારથી ટેકો કરશે. તેમનો કોઈ નેતા મંત્રી પદ ગ્રહણ નહીં કરે. જેના પર ઓમર અબ્દુલ્લાહનું રિએક્શન સામે આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને અમારી વચ્ચે બધું બરાબર છે, કોઈ ગરબડ નથી. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનનો વિજય થયો હતો. 90 બેઠકોમાંથી નેશનલ કોન્ફરન્સે 42 અને કોંગ્રેસે 6 વિધાનસભા બેઠકો જીતી હતી.
જ્યારે ભાજપ 29 વિધાનસભા બેઠકો જીતવામાં સફળ રહ્યો હતો. મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી આ ચૂંટણીમાં ખાસ પ્રદર્શન કરી શકી નથી. જમ્મુ-કાશ્મીરના નવા સીએમ બન્યા બાદ ઓમર અબ્દુલ્લાહે મોટો નિર્ણય લીધો. તેમણે સુરિન્દર સિંહ ચૌધરીને કેન્દ્ર શાસિત પ્રદેશના નવા ડેપ્યુટી સીએમ બનાવવાની જાહેરાત કરી. ચૌધરીએ જમ્મુ-કાશ્મીરના ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને ચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો.
ઓમર અબ્દુલ્લાહની કેબિનેટમાં 5 મંત્રીઓનાં સ્થાન
1. સુરિન્દર ચૌધરી, નેશનલ કોન્ફરન્સના નૌશેરાના ધારાસભ્ય (ડેપ્યુટી સીએમ બનાવાયા),
2. સકીના ઇટુ, નેશનલ કોન્ફરન્સના દમહાલ હંજીપોરા ધારાસભ્ય,
3. જાવેદ રાણા, મેંધરથી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય,
4. જાવેદ ડાર, રફિયાબાદથી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય અને
5. સતીશ શર્મા, NC-કોંગ્રેસ ગઠબંધનને ટેકો આપનારા છંબના અપક્ષ ધારાસભ્ય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025