વલસાડમાં સુગર ફેક્ટરી બ્રિજ પાસે અમદાવાદ-મુંબઇ ટ્રેક ઉપર મોપેડ ઉપર અતુલ કંપનીમાં જઈ રહેલા 25 થી 30 વર્ષીય યુવકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોપેડ ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિક લોકો અને રાહદારીઓએ બનાવની જાણ રૂરલ પોલીસ અને 108ની ટીમને કરી હતી. જેને પગલે પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ સુગર ફેક્ટરી બ્રિજ પાસે અતુલ કંપનીમાં જઈ રહેલી મોપેડ નંબર જીજે/16/બીસી/9500નો ચાલક મુંબઈ ટ્રેક ઉપર અતુલ કંપનીમાં જઈ રહ્યો હતો.તે સમયે પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જોકે આ અકસ્માતમાં મોપેડ ચાલકનું ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સ્થાનિક લોકો અને રાહદારીઓએ વલસાડ રૂરલ પોલીસ અને 108ની ટીમને બનાવની જાણ કરી હતી. વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી મોપેડ ચાલકની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી અને ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા અને મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application