Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ તાલુકાની ઉખલદા ગ્રામ પંચાયતને વર્ષ ૨૦૧૯-૨૦ માટે “નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર’’નો એવોર્ડ મળ્યો

  • April 25, 2021 

ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગ્રામ પંચાયતો વચ્ચે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા થાય તે માટે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ આપવામાં આવે છે. જે અન્વયે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૪મી એપ્રિલ-૨૦૨૧ના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવણી નિમિત્તે ચાર કેટેગરીમાં ઓનલાઈન એવોર્ડ એનાયત કર્યા હતા.     

 

 

 

 

આ પ્રસંગે વડાપ્રધાન દ્વારા દેશની ૩૧૩ ગ્રામપંચાયતોને પંડિત દિનદયાળ ઉપાધ્યાય સશકિતકરણ, નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર, ચાઈલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત પુરસ્કાર અને ગ્રામ પંચાયત વિકાસ યોજના એવોર્ડ એમ ચાર કેટેગરીના એવોર્ડ સહિતની ધનરાશિનું વિતરણ કરાયું હતું.

 

 

 

 

જેમાં ગુજરાત રાજયમાંથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની ઉખલદા ગ્રામ પંચાયતને વર્ષ ૨૦૧૯-૨૦ માટે ‘‘નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર’’નો એવોર્ડ મળ્યો હતો. જેનું કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર આર.જે.હાલાણીના હસ્તે સરપંચ શયનાબેન ગામીતને પ્રમાણપત્ર સહિત એવોર્ડ એનાયત કરાયો હતો એવોર્ડ સહિત રૂપિયા ૧૦.૦૦ લાખની ધનરાશિ પણ ઓનલાઈન જમા થઈ હતી.

 

 

 

 

આ પ્રસંગે કલેક્ટરએ જિલ્લાના તમામ સરપંચો સહિત ચુંટાયેલ પદાધિકારીઓને વર્તમાન કોરોનાની પરિસ્થિતીને ધ્યાને લઈ તમામ ગામોમાં વધુ ને વધુ લોકો રસીકરણ કરાવે તેવા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અધિક કલેક્ટર બી.બી.વહોનીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application