Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેંગલુરુમાં યુવતીની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી ફ્રીઝમાં પેક કરી દેવાયા, આસપાસનાં લોકોને દુર્ગંધ આવતા સમગ્ર મામલો બહાર આવ્યો

  • September 22, 2024 

કર્ણાટકમાં એક યુવતી જ્યારે તામિલનાડુમાં એક મહિલાની હત્યા કરીને તેના શરીરના ટૂકડા કરી દેવાયાની સનસની ઘટનાઓ સામે આવી છે. કર્ણાટકનાં બેંગલુરુમાં ૨૬ વર્ષીય યુવતીની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી ફ્રીઝમાં પેક કરી દેવાયા હતા, જ્યારે તામિલનાડુના ચેન્નાઇ નજીક થોરાઇપક્કમમાં એક ૩૫ વર્ષીય મહિલાની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી એક સૂટકેસમાં નાખીને ફેંકી દેવાઇ હતી. બેંગલુરુનાં મલ્લેશ્વરમના વયાલિકાવલ વિસ્તારમાં એક ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, યુવતીના શરીરના આશરે ૩૦થી વધુ ટુકડા કરીને તેને ફ્રીઝમાં પેક કરી દેવાયા હતા.


આસપાસનાં લોકોને દુર્ગંધ આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવતીનું નામ મહાલક્ષ્મી છે અને તે નેંગલુરુ નજીકના નેલામંગલાની રહેવાસી છે. યુવતીના પતિનું નામ હેમંત દાસ છે. યુવતી બેંગલુરુમાં એકલી જ રહેતી હતી. ૧૫ દિવસ પહેલા તેની હત્યા થઇ હોવાની પોલીસને શંકા છે. સૌથી પહેલા મૃતદેહને પીડિતાના પતિએ જોયો હતો. આ હત્યા કોણે કરી અને હત્યા પાછળનું કારણ શું છે તેની પોલીસ દ્વારા તપાસ થઇ રહી છે. જ્યારે તામિલનાડુનાં ચેન્નાઇ નજીક થિરોઇપક્કલમ વિસ્તારમાં એક નિર્માણાધિન ઇમારતમાંથી એક સૂટકેસમાં રખાયેલો મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ૩૫ વર્ષીય મધાવરમ વિસ્તારની રહેવાસી છે અને સેક્સ વર્કર હોવાનું પોલીસે જણાવ્યું હતું.


આ મામલે એક ૨૩ વર્ષીય એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી અને પીડિતા વચ્ચે પૈસાને લઇને વિવાદ થયો હતો જે બાદ મહિલાની હત્યા કરી દેવામાં આવી અને તેના શરીરના ટુકડા કરીને એક સૂટકેસમાં પેક કરીને તેને ફેંકી દેવામાં આવ્યો હતો. આરોપી યુવકનું નામ એમ મણીકર્ણન છે અને તે એક ભાડાના મકાનમાં એકલો રહેતો હતો. યુવકે પોલીસને જણાવ્યું હતું કે મહિલાએ મારી પાસે વધુ રૂપિયા માગ્યા હતા જેને કારણે મને ગુસ્સો આવી ગયો હતો અને ખુદ પર કન્ટ્રોલ ગુમાવી દીધો હતો, બાદમાં હથોડાથી મહિલાની હત્યા કરી નાખી હતી.તાજેતરની આ ઘટનાઓને કારણે દિલ્હીની શ્રદ્ધા હત્યાકાંડની યાદ તાજી થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application