Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનની સીકવલની તૈયારી, જલદી શુટિંગ શરૂ થાય તેવી શકયતા

  • September 22, 2024 

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવીને તગડું કલેકશન એકઠું કર્યું હતું. હવે આ ફિલ્મની સીકવલની તૈયારી થઇ રહી છે. ફિલ્મના લેખક અબ્બાસ મસ્તાને કન્ફર્મ કર્યું હતુ કે, પઠાન ટુની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અને જલદી જ શૂટિંગ શરૂ થશે. અબ્બાસ ટાયરવાલાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, પઠાન- ટુની સ્ક્રિપ્ટ પુરી થઇ ગઇ છે. જોકે આ ફિલ્મના ડાયલોગ પર હજી થોડુ કામ બાકી છે તે પણ જલદી પુરુ થઇ જશે. શાહરૂખ કાન ફરી એક વખત રો’ના એજન્ટ તરીકે રૂપેરી પડદે જોવા મળશે. જોકે પઠાન ટુ ફિલ્મની રિલીઝ વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી. જોકે પઠાને વર્લર્ડ વાઇડ ૧૦૫૦ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું. તેથી આ ફિલ્મના પાર્ટ ટુ માટે પણ ફિલ્મથી ટીમને લઇને દર્શકોને વધુ અપેક્ષા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application