Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ડેમની સપાટી ૩૪૨.૪૮ ફુટે, ભયનજક સપાટી કરતા અઢી ફુટ દુર

  • September 24, 2021 

ઉપરવાસમાં ફરીથી સામાન્ય વરસાદ શરુ થયો છે.  આજે બપોર બાર વાગ્યે ઉકાઈડેમની સપાટી ૩૪૨.૪૮ ફુટે પહોચી છે અને ડેમમાં ૩૪,૫૦૩ ક્યુસેક પાણીની આવક અને તેની સામે ૧૭,૦૪૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

 

 

 

 

દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઇ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ પડતા ગતરોજ કરતા આજે બપોરે બાર વાગ્યે  ઉકાઇ ડેમની સપાટી ૩૪૨.૪૮ ફુટે પંહોચી હતી અને ડેમમાં ૩૪,૫૦૩ ક્યુસેક પાણીની આવકની સામે ૧૭,૦૪૨ ક્યુસેક પાણની જાવક નોધાવા પામી છે, આજની સ્થિતિ મુજબ ઉકાઇ ડેમની સપાટી તેના ભયજનક સપાટી કરતા માત્ર અઢી ફુટ દુર છે.

 

 

 

 

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિદાય લેતા ચોમાસામાં ભાદરવે મેઘરાજા અપાર હેત વરસાવી રહ્યા છે અને ઉકાઇ ડેમના કેચમેન્ટ ઍરિયા તેમજ ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં સતત નવા પાણીની આવક થઇ રહી છે  ઉકાઇ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ આજે બપોરે બાર વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીની આવક ૩૪,૫૦૩ ક્યુસેક થઇ રહી છે અને ડેમની જળ સપાટી ૩૪૨.૪૮ ફૂટ ઉપર પહોચી ગઇ છે જેની સામે ૧૭,૦૪૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application