સુરત શહેરમાં પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ એક મિલમાં આગ ફાટી નીકળી હતી. જોકે કેમિકલ આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા જેના લીધે ત્યાં ભારે અફડાતફડી માહોલ સર્જાઈ ગયો હતો. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી અનુસાર, પાંડેસરા જીઆઇડીસીમાં બેંક ઓફ બરોડાની પાસે આવેલી રાણી સતી મિલમાં આજે સવારે 40 થી 50 કામદારો આજે સવારે કામમાં વ્યસ્ત હતા. તે સમયે અચાનક મિલમાં આગ ભભૂકી ઉઠી હતી જેથી તરત કામ કરતા કામદારો બહાર દોડી આવ્યા હતા અને આજુબાજુના લોકોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી.જોકે આ કેમિકલ અને રબરના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના લીધે ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા ધુમાડાના ગોટા 2 થી 3 કિલોમીટર દૂર સુધી દેખાતા હતા. આ અંગે ચીફ ફાયર ઓફિસરને જાણ થતા ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. જોકે આ મેજર કોલ જાહેર થતા ત્યાં ભેસ્તાન, ડીંડોલી, ડુંભાલ, માન દરવાજા, મજુરા ગેટ, નવસારી બજાર, અડાજણ અને કતારગામ ફાયર સ્ટેશનની 15 જેટલી ગાડી ઘટના સ્થળે ધસી ગઈ હતી અને ત્યાં અન્ય મિલની ફાયરની ગાડી પર પહોંચી ગઈ હતી આ સાથે ત્યાં ફાયર ઓફિસરો અને 100 જેટલા ફાયર જવાનનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો. પરંતુ ધુમાડો વધુ હોવાથી 10થી 12 જેટલા ફાયર જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુઝાવવા અંદર ગયા હતા. જોકે ફાયર જવાનોને સતત 3 કલાક સુધી ભારે જહેમત ઉઠાવતા આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં ગ્રે-કાપડનો જથ્થો સેન્ટર મશીન સહિતના મશીનો વાયરીંગ સહિતની ચીજ વસ્તુઓ બળી ગઈ હતી આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ના હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application