Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાબરઘાટ ગામમાં રીક્ષા ચાલક માસ્ક વગર ઝડપાતા કાર્યવાહી

  • May 07, 2021 

ઉચ્છલના બાબરઘાટ નજીક જાહેર રોડ ઉપરથી એક રીક્ષા ચાલક માસ્ક વગર ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ઉચ્છલના બાબરઘાટ ગામમાંથી પસાર થતો ઉચ્છલ-નિઝર જાહેર રોડ ઉપરથી રીક્ષા ચાલક પ્રમોદભાઈ અર્જુનભાઈ ગાવીત રહે.કરંજવેલ  ગામ, તા.નવાપુર, મહારાષ્ટ્રનાએ પોતાના કબ્જાની ઓટો રીક્ષા નંબર જીજે/26/ટી/3978માં પોતાની તથા પેસેંજર વચ્ચે કોઈપણ પ્રકારનું સોસીયલ ડીસટન્સ ન રાખી તથા મોઢે માસ્ક પહેર્યા વગર પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એવું બેદરકારી ભર્યું વર્તન કરતા પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈની ફરિયાદના આધારે પ્રમોદ ગાવીત વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (એમ.એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application