Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

UNની ચેતવણી : ખાદ્યચીજોની વૈશ્વિક અછતનાં લીધે દુનિયા ઉપર આફત

  • June 25, 2022 

ખાદ્યચીજોની વૈશ્વિક અછતના લીધે દુનિયા ઉપર એક આફતના વાદળો ઘેરાય રહ્યા હોવાની ચેતવણી યુનાઇટેડ નેશન્સ (UN) વડાએ આજે આપી હતી. જળવાયુ પરિવર્તન, કોરોના વાયરસની મહામારી અને આર્થિક અસમાનતા જેવી સ્થિતિઓના કરને ઉભી થયેલી સમસ્યામાં હવે યુક્રેનમાં યુદ્ધના પરીબળનો ઉમેરો થયો છે જેના કારણે ક્યારેય જોવા મળ્યું ન હોય એ પ્રકારે હજારો લાખો લોકોને અસર થાય એવો ભૂખમરો શરુ થયો છે એમ UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે જણાવ્યું હતું.




વર્ષ-2022માં કેટલીયે જગ્યાએ ભૂખમરો જાહેર કરવો પડશે એવું જોખમ ઉભું થયું છે અને વર્ષ 2023ની સ્થિતિ તો અત્યારે છે તેના કરતા પણ ખરાબ હશે, એમ ગુટેરસે બર્લિનમાં એકત્ર થયેલા વિકાસશીલ રાષ્ટ્રો અને લગબગ એક ડઝન જેટલા ધનિક રાષ્ટ્રોના અધિકારીઓને વિડીયો મેસેજના માધ્યમથી જણાવ્યું હતું. વિશ્વ ખેડૂતો જયારે ફર્ટીલાઈઝર અને ઉર્જાના ઊંચા ભાવોથી પરેશાન છે ત્યારે એશિયા, આફ્રિકા અને અમેરિકા ખંડના પાક ઉપર તેની અસર જોવા મળશે.




અત્યારે અનાજ એકત્ર કરવાની સ્મ્ય્સા છે જે આવતા વર્ષે અનાજની અછતની સમસ્યા બનશે. આવી આફતની માઠી અસરથી કોઈપણ દેશ બાકાત રહેશે નહી, એમ તેણે ઉમેર્યું હતું. અત્યારે UN યુક્રેન અનાજની નિકાસ કરી શકે અને રશિયા પણ કોઇપણ પ્રતિબંધ વગર અનાજ અને ફર્ટીલાઈઝર વૈશ્વિક બજારમાં વેચી શકે એના માટે વાટાઘાટ ચલાવી રહ્યું હોવાનું ગુટેરસે જણાવ્યું હતું. તેણે અમીર રાષ્ટ્રો ગરીબ રાષ્ટ્રોના દેવા માફ કરે એવી અપીલ પણ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application