ગિરિમથક સાપુતારા ખાતેનાં સનરાઈઝ પોઈન્ટ પર 7 નવેમ્બરે અજાણ્યા ઇસમની લાશ ગળેફાંસો ખાધેલ હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવેલ હતી.આ કેસમાં ડાંગ પોલીસ દ્વારા લૂંટનાં ઇરાદે ડ્રાઇવરની હત્યા કરવામાં આવી હોવાની સંભાવના સાથે 2 ઇસમોની ધરપકડ કરી હતી. ત્યારબાદ હત્યાના આરોપમાં સંડોવાયેલી અન્ય એક મહિલાની ડાંગ પોલીસે ધરપકડ કરી હતી.
7 નવેમ્બરે સાપુતારા સનરાઈઝ પોઇન્ટ પરથી ઉમરપાડા ગામનાં ટુડી ગામનાં રહીશ ની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા શંકાસ્પદ હાલતમાં મળેલ લાશ મર્ડર થયું હોય તેમણે ડિયાએસપી પી.જે.પટેલ,જે.આઈ.વસાવા તેમજ એલસીબી સહિત સાપુતારા અને સુબિર પીએસઆઈ ને તપાસ સોપતા હત્યાનો ભેદ ખોલવા સફળતા મળી હતી.
CCTV કેમરામાં મળસકે દેખાયેલી પ્રવાસીની કારના આધારે બે શંકાસ્પદોની રાજસ્થાન થી અટકાયત કરવામાં આવી હતી.એક યુવતીની સંડોવણી ની શંકા જણાતાં ડાંગ પોલીસે યુવતીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારાનાં સનરાઈઝ પોઈન્ટ ઉપર ગત 7 નવેમ્બરે સવારે શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ સંરક્ષણ દીવાલની એંગલ સાથે ફાંસો ખાધેલ હાલતમાં લટકતો મળી આવ્યો હતો. જેમાં ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક રવીરાજસિંહજાડેજાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સહિત પોલીસની ટીમે હાથ ધરેલ તપાસમાં મૃતક યુવાન ટૂંડી તા. ઉમરપાડા.જી સુરતનો રહેવાસી હોય અને ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યુ હતુ. ત્યાર બાદ ડાંગ પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા સાપુતારા સનરાઈઝ પોઈન્ટ પાસે આવેલા સીસીટીવી કેમેરામાં 7 નવેમ્બરે મળસ્કે પસાર થયેલ પ્રવાસી કાર દેખાતા કોકડું શંકાસ્પદ દેખાયું હતુ.
ડાંગ પોલીસે સાપુતારા સનરાઈઝ પોઈન્ટ પર થયેલ શંકાસ્પદ મોત અંગે બે ઈસમોની રાજસ્થાનથી અટકાયત કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલ અન્ય સાગરીત યુવતીની ડાંગ પોલીસે ધરપકડ કરી હતી. હત્યાના આરોપમાં સંડોવાયેલા ત્રણે આરોપીઓ મૂળ રાજસ્થાન વતની છે. તેઓ છેલ્લા 2 વર્ષથી સુરત ખાતે સ્થાયી થયાં હતાં.(વનરાજ પવાર દ્વારા ડાંગ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500