Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાયગઢ જિલ્લાનાં પહાડી વિસ્તારમાં બસ પલટી જતાં બે વિદ્યાર્થીઓનાં મોત, 46 ઘાયલ

  • December 12, 2022 

મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લામાં રાત્રે ખોપોલી નગર પાસેના પહાડી વિસ્તારમાં બસ પલટી જતાં બે વિદ્યાર્થીઓનાં મોત થયા હતા અને 46 ઘાયલ થયા હતા. જોકે પ્રાથમિક દ્રષ્ટિએ તે બ્રેક ફેઈલ હોવાનું જણાયું છે જેના કારણે બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના લોનાવાલા હિલ સ્ટેશનથી લગભગ 14 કિમી દૂર જૂના મુંબઈ-પુણે હાઈવે પર મેજિક પોઈન્ટ હિલ પાસે રાત્રે લગભગ 8:00 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.



જયારે વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અહીં તેની સારવાર ચાલી રહી છે. ઉપનગરીય ચેમ્બુરમાં કોચિંગ ક્લાસના ઓછામાં ઓછા 48 વિદ્યાર્થીઓ ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યા હતા તેમણે જણાવ્યું હતું. તેણે કહ્યું કે આ તમામ 10માં ધોરણનાં વિદ્યાર્થીઓ છે અને પિકનિક કરીને પરત ફરી રહ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, લોનાવાલામાં પિકનિક પરથી પરત ફરતી વખતે, બ્રેક ફેલ થવાને કારણે ખોપોલી નજીક ઘાટ વિસ્તારમાં બસના ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો.




અકસ્માતમાં તમામ વિદ્યાર્થીઓ અને ડ્રાઈવર ઘાયલ થયા હતા તેઓને બાદમાં લોનાવાલા અને ખોપોલીની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, 17 અને 16 વર્ષની વયના બે ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટના અંગે માહિતી આપતા વરિષ્ઠ પોલીસ નિરીક્ષક ગૌરી મોરે પાટીલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પિકનિક કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અને બસ પલટી ગઈ હતી. તેમણે કહ્યું કે, કેસ દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application