લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. આ દરમિયાન મહારાષ્ટ્રના રાયગઢથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં શિવસેનાના (ઉદ્ધવ જૂથ) નેતાને લેવા પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ ઘટના વખતે હેલિકોપ્ટરમાં બે પાયલોટ સવાર હતા, જેમાં તે બંનેને ઈજા થઈ હતી. અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રનાં રાયગઢમાં ગતરોજ સવારે હેલિકોપ્ટર શિવસેના (ઉદ્ધવ)નાં નેતા સુષમા અંધારેને લેવા પહોંચ્યું ત્યારે લેન્ડિંગ વખતે અચાનક ક્રેશ થયું હતું.
આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટરે લેન્ડિંગ વખતે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને બાદમાં તે ક્રેશ થઈ ગયું. આ ઘટના વખતે હેલિકોપ્ટરમાં બે પાયલટ સવાર હતા, જેમને ઈમરજન્સી મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર આપી હતી. હવે તેઓ સંપૂર્ણ સુરક્ષિત છે. આ ઘટના અંગે રાયગઢના એસપી સોમનાથ ખડગેએ જણાવ્યું હતું કે, 'શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સુષમા અંધારેને લેવા માટે આવેલું હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ દરમિયાન હેલિકોપ્ટરનાં પાયલોટને સામાન્ય ઈજા થઈ હતી અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે સુષમા અંધારે સંપૂર્ણ સુરક્ષિત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500