ઉચ્છલનાં ભડભૂંજા ગામ પાસેથી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી રૂપિયા 1.38 લાખનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે ઈસમોને પોલીસે ઝડપી પાડી દારૂ ભરાવી આપનાર તેમજ મંગાવી આપનાર બે ઈસમોને વોન્ડેટ જાહેર કાર્ય હતા.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ગુરુવારે મળસ્કે નેશનલ હાઈવે નંબર-53 ઉપર પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ભડભૂંજા ગામના હદમાંથી મહારાષ્ટ્ર તરફથી આવતી એક મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ નંબર જીજે/26/ટી/8381ને અટકાવી પોલીસે તપાસ હાથ ધરતા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો અને ગેરકાયદે રીતે દારૂની હેરાફેરી કરતા જ્યોતિષ મગનભાઈ ગામીત (રહે.મોગલબાર ગામ,ઉચ્છલ) તેમજ જયદીપ દિનેશભાઈ ગામીત (રહે.વડપાડાભીંત ગામ, ઉચ્છલ નાઓને ઝડપી પાડી ગાડીમાંથી વિદેશી દારૂની નાની-મોટી 1716 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,38,000/-હતી સાથે 8 હજારના 2 મોબઈલ તેમજ પીકઅપ ગાડી રૂપિયા 5 લાખ આમ, કુલ મળી રૂપિયા 6,46,000/-નો મુદ્દામાલ કબ્જે કરી દારૂ ભરાવી આપનાર નવાપુરનો એમ.ડી.વાઈન શોપના મેનેજર અને દારૂ મંગાવનાર માયપુર ગામનો ધમો ઉર્ફે ધર્મેશભાઈને વોન્ડેટ જાહેર કર્યા હતા. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500