Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના બસ્તી ફળીયામાંથી વરલી મટકાનો જુગાર રમાડતા બે પકડાયા,એક વોન્ટેડ

  • October 13, 2021 

તાપી પોલીસ સ્ટાફના માણસોને સોમવારે મળેલ બાતમીના આધારે વ્યારાના બસ્તી ફળિયામાં રહેતો ઠાકોરભાઈ ગામીત નામના ઇસમની ઘરની બાજુમાં આવેલ આમલીના ઝાડ નીચેથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો ઉપર જુગાર રમાડતો તેજસભાઈ રતિલાલ ઢોડીયા અને મહેન્દ્રભાઈ રાજુભાઈ ઠાકોર બને રહે,બસ્તી ફળિયું-વ્યારા નાઓને ઝડપી પાડયા હતા,

 

 

 

 

પકડાયેલા આરોપીઓના ક્બ્જામાંથી વરલી મટકા જુગારના સાધનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૬,૨૭૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો, પોલીસની તપાસમાં વ્યારાના ઢોડીયા વાડમાં રહેતો જીગ્નેશ મહેશ ચૌધરીના કહેવાથી જુગાર રમાડતા હોવાનું જાણવા મળ્યું હતું,બાદમાં જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, આ બનાવમાં પોલીસકર્મીની ફરિયાદના આધારે વ્યારા પોલીસ મથકે ત્રણ ઈસમો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application