Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા તાલુકાના માનકુનિયા ગામેથી બંદૂક સાથે બે શખ્સ ઝડપાયા

  • February 09, 2024 

નવસારીમાં વાંસદા તાલુકાના માનકુનિયા ગામેથી બંદૂક સાથે બે શખ્સ ઝડપાયા છે. નવસારીના માનકુનિયા ગામમાં SOGએ બે દેશી બનાવટી બંદૂક ઝડપી પાડી છે. માનકુનિયા ગામના લાલજી ઘનગરે ઘાસના પુરેટિયામાં બંદૂક સંતાડી હતી. SOGની ટીમને બંદૂક સહિત લોખંડના પારા, દારુગોળા જેવો પાવડર પણ ઘરમાંથી મળી આવ્યો છે. પોલીસે હાલ લાલજી ઘનગર અને બીજા એક ઈસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


અન્ય એક બનાવમાં દ્વારકા જિલ્લા LCBએ બાતમીના આધારે 53 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.જ્યારે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.પશુ ચારાની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. ચારાની બોરીઓ નીચેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 13 હજાર 272 બોટલ મળી આવી હતી જેની કુલ કિંમત 53 લાખ હતો.દારૂ ભરેલો ટ્રક રાજસ્થાનથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application