Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના દેવલપાડા પાસે અજાણ્યા વાહન અડફેટે બાઈક સવાર બે લોકોને ઈજા

  • March 24, 2023 

સોનગઢના દેવલપાડા ગામાની સીમમા કનાળા ગામ તરફ જતા રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે બાઈક સવાર બે લોકોને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.


મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના દેવલપાડા ગામાની સીમમા કનાળા ગામ તરફ જતા રોડ ઉપર તા.૧૯/૦૩/૨૦૨૩ નારોજ વિશ્રામભાઇ હરજીભાઇ  ઢોડીયા (ઉ.વ.૬૬) તથા રમેશભાઇ હરજીભાઇ ઢોડીયા (ઉ.વ.૬૭) બંને રહે.નવુ ઢોડીયાવાળ તા.વ્યારા જી.તાપી નાઓ પોતાના કબ્જાની સાઇન બાઈક નંબર જીજે/૨૬/આર/૩૭૩૨ની ઉપર જઈ રહ્યા હતા. તે દરમ્યાન સામેથી એક અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રકને પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બાઈકને અડફેટમાં લઈ લીધી હતી. આ અકસ્માતના બનાવમાં બાઈક ઉપર સવાર વિશ્રામભાઇ  ઢોડીયાને જમણા હાથે આંગણીના ભાગે તથા કોણીના ભાગે ઇજા પહોંચી હતી તથા રમેશભાઇને જમણા પગે ફેકચર તથા માથાના પાછળના ભાગે ઇજા પહોંચી હતી.



બનાવ અંગે વિશ્રામભાઇ હરજીભાઇ  ઢોડીયાએ ફરિયાદ આપતા તા.૨૨/૦૩/૨૦૨૩ નારોજ સોનગઢ પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાવમાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News