Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુણસદા ગામના યુવકને લુટી લેવાના કેસમાં વધુ બે લૂંટારુઓ મહારાષ્ટ્ર થી ઝડપાયા,લુટનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • June 18, 2021 

સોનગઢના ગુણસદા જતા યુવકને વાકવેલ ટેકરા પાસે આંતરી ગળે ચપ્પુ મૂકી રોકડા ૧૦ હજાર અને એક મોબાઈલ અને એક્ટિવા મોપેડ લઇ ત્રણ આરોપી નાસી ગયા હતા.આ બનાવમાં સંડોવાયેલા ત્રણ પૈકીના એક ૧૭ વર્ષીય સગીરને આ અગાઉ પોલીસે ઝડપી લઇ તેના કબજા માંથી એક્ટિવા અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એની પૂછપરછમાં અન્ય બે આરોપીની પણ ઓળખ થતા પોલીસે મહારાષ્ટ્ર માંથી ઝડપી લીધા હતા.

 

 

 

 

સોનગઢના ઉકાઈ રોડ પર આવેલ ગુણસદા ગામે રહેતા ગૌતમભાઈ રેવાભાઈ ગામીત ગત આઠમી જુને રાત્રીના સમયે પોતાની એક્ટિવા લઈ ગુણસદા જવા નીકળ્યા હતા. આ સમયે ઉકાઈ રોડ વાકવેલ ટેકરા પાસે સામેથી આવતી એક બાઈક પર બેઠેલા ત્રણ અજાણ્યા ઈસમોએ પોતાની બાઈક ગૌતમભાઈના મોપેડ નજીક લાવી તેમની સાથે ઝઘડો કર્યો હતો.બાદમાં બાઈક પર બેઠેલા બે ઈસમો નીચે ઉતરી ને આવ્યા બાદ આ પૈકીના એકે ગૌતમભાઈના ગળે જ્યારે બીજાએ પેટ પાસે ચપ્પુ મૂકી દઈ તેની પાસે જે કઈ હોય તે આપી દેવાની ધમકી આપી હતી અને ઢીકમુક્કીનો માર માર્યો હતો.આ કારણે ડરી ગયેલા ગૌતમભાઈ એ પોતાના ખિસ્સામાં રાખેલા રોકડા ૧૦ હજાર અને એક મોબાઈલ આરોપીને સોંપી દીધો હતો.બાદમાં લૂંટારુઓએ ગૌતમભાઈના કપડા ઉતરાવી લઇ એકટિવા મોપેડ છીનવી નાસી ગયા હતા.

 

 

 

 

આ બનાવ સંદર્ભે ગુનો નોંધાતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતા છ દિવસ પછી કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર વય ધરાવતા આરોપીની અટક કરી એને બાળ કોર્ટમાં રજૂ કર્યો હતો.આ સગીરની સોનગઢ પીઆઇ એચ.સી.ગોહિલ અને ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવતા એની સાથેના અન્ય બે આરોપીઓ બાબતે જાણકારી મળી હતી.પોલીસે આ આરોપીઓ ના નામ સરનામાં મેળવી મહારાષ્ટ્ર રાજ્યમાં તપાસ કરતાં અન્ય બંને આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા.પોલીસે જીતેન્દ્ર મંછારામ ચૌહાણ રહે,આંબેટાંકી તા.ખામગાવ જી.અકોલા અને રોહન કિશનભાઇ કોલહે રહે,કુટાસા તા.અકોટ જી.અકોલા મહારાષ્ટ્ર નામના બે આરોપીની અટક કરી એમના કોવીડ ટેસ્ટ કરાવવાની કામગીરી શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application