Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘુટવેલ ગામના બે ઈસમો વિદેશીદારૂની બાટલીઓ સાથે પકડાયા

  • October 11, 2020 

તાપી જીલ્લા એલસીબી પોલીસ ને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના ખડી ગામ પાસેથી એક બાઈક ઝડપી પાડી હતી.

 

તપાસ દરમિયાન બાઈક નંબર જીજે/26/એસ/1018 ઉપર સવાર વિનયમભાઈ કાળીદાસ ગામીત અને જીગ્નેશભાઇ રવીન્દ્ર ગામીત બંને જણા રહે,ઘુટવેલ ગામ,બંગલી ફળિયું-સોનગઢ નાઓ પાસેથી વિદેશીદારૂની કુલ બાટલી નંગ-56 જેની કિંમત રૂપિયા 5,600/-નો દારૂ મળી આવ્યો હતો.

 

આરોપીઓની અંગ ઝડતી દરમિયાન રોકડ રૂપિયા 6,200/- તથા મોબાઈલ ફોન નંગ-3 જેની કિંમત રૂપિયા 4,500/- મળી કુલ રૂપિયા 16,300/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application