Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છત્તીસગઢનાં બીજાપુરમાં નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલ IED બ્લાસ્ટમાં CRPF 85 બટાલિયનના બે જવાન ઘાયલ

  • June 05, 2023 

છત્તીસગઢનાં બીજાપુરમાં નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા IED બ્લાસ્ટમાં CRPF 85 બટાલિયનના બે જવાન ઘાયલ થયા છે, તેમને પ્રાથમિક સારવાર અર્થે રાયપુર ખસેડાયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, CRPF  85મી બટાલિયનના જવાનો આજે સવારે પુસનારથી રવાના થયા હતા. જવાનો ગંગાલુર તરફ આગળ વધી રહ્યા હતા, તે દરમિયાન, સવારે 10.30 વાગ્યે, નક્સલવાદીઓએ તકમેટા ટેકરી નજીક IED બ્લાસ્ટ કર્યો.


ગયા મહિને છત્તીસગઢના દંતેવાડા વિસ્તારમાં અરનપુર નક્સલી હુમલામાં પોલીસે આઠ નક્સલીઓની ધરપકડ કરી હતી. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 17 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વિસ્તારમાં સઘન નક્સલી પેટ્રોલિંગ દ્વારા નક્સલીઓ અને આ ઘટનામાં સંડોવાયેલા શંકાસ્પદ લોકોની સતત શોધ કરવામાં આવી રહી છે અને અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application