કાતિલ કોરોના ના કહેર વચ્ચે આજે તાપી જીલ્લા માં વધુ 2 કેસ નોંધાયા છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.19-ઓકટોબર નારોજ વ્યારાની હાઈપર સીટીમાં રહેતી 53 વર્ષીય મહિલા અને બોરખડી ગામના આશ્રમ ફળીયામાં રહેતો 22 વર્ષીય યુવક નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 676 પર પહોચી ચુક્યો છે. આજરોજ વધુ 6 દર્દી સાજા થયા અત્યાર સુધી કુલ 614 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 19 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન આજદિન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે.
આજરોજ જીલ્લા માંથી કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 390 સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500