Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેસુમાં સોમેશ્વરા સ્કવેરના પાર્કિંગમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલ બે કાર ઝડપાઈ

  • August 19, 2021 

ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વેસુમાં આવેલ આગમ હેરિટેજની સામે સોમેશ્વરા સ્કવેરના બેઝમેન્ટ પાર્કીગમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલ બે કાર ઝડપી પાડી રૂપિયા ૧.૯૬ લાખનો દારૂ સહિત  કુલ રૂપિયા ૧૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જયારે કુખ્યાત બુટલેગર લાલો કંચન સહિત બે જણાને વોન્ટેડ બતાવ્યા છે.

 

 

 

 

બનાવની વિગત ઍવી છે કે ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઍ દારૂનો માલ સપ્લાય કરવા માટે બે કારમાં દારૂનો જથ્થો સુરત આવ્યો છે અને હાલમાં આ બંને કાર વેસુ આગમ હેરિટેજની સામે આવેલ સોમેશ્વરા સ્કવેરના બેઝમેન્ટ પાર્કીગમાં પાર્ક કરેલી છે. જે બાતમીના આધારે ડીસીબી પોલીસે દરોડા પાડયા હતા. પોલીસે બેઝમેન્ટના પાર્કિંગમાં દરોડા પાડતા પાર્કિંગમાંથી વોક્સવેગનની વેન્ટો કાર અને અમેઝ કાર મળી આવી હતી.

 

 

 

 

પોલીસે બંને કારની તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશદારૂની નાની મોટી કુલ ૬૮૪ નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા ૧,૯૬,૩૨૦નો દારૂ તથા બંને કાર મળી કુલ ૧૦,૯૬,૩૨૦નો મુદ્દામાલ જ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે શહેરમાં સપ્લાય માટે દારૂનો જથ્થો લાવનાર લાલો ઉર્ફે લાલા કંચન અઝમેરી અને દિપેશ ને વોન્ટેડ જાહેર કરી બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application