સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને સોમવારે ટેલીફોનીક મળેલ વર્ધીના આધારે સોનગઢના નવા આરટીઓ પાસેથી એક ટ્રક નંબર જીજે/૦૧/ડીટી/૪૫૦૨ ને ઝડપી પાડી તપાસ કરતા ટ્રક માટી ૯ દૂધણી ભેંસો અને ૪ પાડિયા મળી આવ્યા હતા,
તમામ પશુઓને ટુકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે ઘાસચારો કે પછી પાણીની સગવડ વિના લઇ જતા અને કોઈ પ્રાથમિક સાધનો તેમજ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટેનરી ઓફિસરના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું, આ મામલે પોલીસકર્મી યોગેશભાઈની ફરિયાદના આધારે ટ્રક ચાલક સદરૂદ્દીન નાસીરખાન બહેલીમ અને ક્લીનર સાહેલશાહ મોહમદશાહ ફકીર બને રહે, તા.વીસનગર જી.મહેસાણા અને ભેંસોનો માલિક ગણેશભાઈ ગૌરાજીભાઈ ગવળી રહે, ધુલિયા-મહારાષ્ટ્ર નાઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી પશુઓ અને ટ્રક મળી કુલ રૂપિયા ૫,૯૮,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથન ધરી હતી.
આપને અહી જણાવી દઈએ છીએકે, જીવદયા પ્રેમી રાજેશભાઈ હસતીમલ શાહ નાઓએ ગેરકાયદેસર પશુઓ ભરી લઇ જતી ટ્રકની ટેલીફોનીક વર્ધી આપતા પોલીસે ટ્રક ઝડપી પાડી ત્રણ જેટલા કસુરવારો સામે ગુનો દાખલ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500