Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વર્ષના છેલ્લા મહિનામાં યુપીઆઈ દ્વારા રૂ.૨૩.૨૫ લાખ કરોડના વ્યવહારો થયા

  • January 02, 2025 

આજના નવા ડિજિટલ ભારતમાં યુપીઆઈ દ્વારા ઓનલાઈન પેમેન્ટ જ મોટાભાગના ગ્રાહકોની પસંદગી રહે છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા ટ્રાન્ઝેક્શન્સ ડિસેમ્બરમાં સતત દસમા મહિને રૂ.૨૦ લાખ કરોડને પાર રહ્યું છે. વર્ષના છેલ્લા મહિનામાં યુપીઆઈ દ્વારા રૂ.૨૩.૨૫ લાખ કરોડના વ્યવહારો થયા છે, જે નવેમ્બર મહિના કરતાં ૨૭.૫ ટકા વધુ હતા. ડિસેમ્બરમાં નવેમ્બરની તુલનાએ યુપીઆઈ પેમેન્ટમાં વધારો થયો છે પરંતુ દિવાળી સહિતના તહેવારોની સીઝનને કારણે ઓક્ટોબર મહિના કરતાં હજી પણ આંકડો નીચો રહ્યો છે. ઓક્ટોબરમાં યુપીઆઈ ચૂકવણી રૂ. ૨૩.૫ લાખ કરોડ રહી હતી. જોકે મહત્વની વાત એ છે કે યુપીઆઈનો વ્યાપ વધ્યો છે. ડિસેમ્બરમાં યુઓપીઆઈ વ્યવહારો વધીને રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે.


વોલ્યુમની દ્રષ્ટિએ ડિસેમ્બરમાં યુપીઆઈ ઓનલાઇન વ્યવહારો વાર્ષિક ધોરણે ૩૯ ટકા વધીને ૧૬૭૩ કરોડ રહ્યાં છે. જોકે આ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનાની ૪૦ ટકાની વૃદ્ધિ કરતા આ મહિને ગ્રોથ સામાન્ય ઓછો હતો. દૈનિક વોલ્યુમ વિશે વાત કરીએ તો, ૬૦૦થી વધુ બેંકોના નેટવર્ક પર દરરોજ ૫૪ કરોડ વ્યવહારો કરવામાં આવ્યા હતા અને યુપીઆઈ દ્વારા રૂ. ૭૪,૯૯૦ કરોડના વ્યવહારો થયા હતા. ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન મૂલ્ય વધીને રૂ. ૧૪૦૦ પ્રતિ ટ્રાન્ઝેક્શન પર પહોંચી ગયું છે જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૧૩૯૩ હતું. એનપીસીઆઈએ વોટ્સએપના યુપીઆઈ પ્રોડક્ટમાં નવા યુઝર ઉમેરવા પરનો પ્રતિબંધ પણ હટાવી દીધો છે. મેસેજિંગ એપ વોટ્સએપના હાલ ભારતમાં ૫૦ કરોડ યુઝર્સ છે. અગાઉ વોટ્સઅપ પે પર લાદેલી ૧૦ કરોડ યુઝર્સની મર્યાદા તબક્કાવાર હટાવવાનો નિર્દેશ એનપીસીઆઈએ આપ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application