યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (UPI) મારફતના વ્યવહાર ઓગસ્ટમાં 10 અબજના આંકને પાર કરી ગયાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. તારીખ 29 ઓગસ્ટ સુધીમાં યુપીઆઈ મારફત 9.89 અબજ વ્યવહાર પાર પડયા હતા અને વ્યવહારની સરેરાશને જોતા 31 ઓગસ્ટના અંતે આ આંક 10 અબજને પાર કરી જવાની ધારણા છે. વર્તમાન મહિનામાં યુપઆઈ પર દૈનિક સરેરાશ 33 કરોડ વ્યવહાર પાર પડયા છે. કોઈ એક મહિનામાં UPI મારફત 10 અબજનો આંક પહેલી જ વખત જોવા મળ્યો છે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના આંકડા પ્રમાણે જુલાઈમાં UPI વ્યવહારનો આંક 9.96 અબજ રહ્યો હતો. સરળ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાએ UPIના વપરાશમાં વધારો કરાવ્યો છે.
જુલાઈની સરખામણીએ ઓગસ્ટના વ્યવહારમાં પાંચ ટકા વૃદ્ધિ જોવા મળી રહી છે. વર્તમાન મહિનામાં તારીખ 29 ઓગસ્ટ સુધીમાં કુલ રૂપિયા 14.68 લાખ કરોડના મૂલ્યના વ્યવહાર થયા હતા અને મહિનાના અંત સુધીમાં રૂપિયા 15.50 લાખ કરોડ સુધી પહોંચી જવા વકી છે. આગામી બે-ત્રણ વર્ષમાં UPI મારફત દર મહિને 30 અબજ વ્યવહાર પાર પાડવાનો ટાર્ગેટ હોવાનું એનપીસીઆઈના સુત્રોએ જણાવ્યું હતું. સામાન્ય રીતે સપ્ટેમ્બર, ઓકટોબર તથા નવેમ્બરના તહેવારો દરમિયાન UPI વ્યવહાર સામાન્ય કરતા વધુ રહેતા હોય છે. દેશમાં નોટબંધીના કાળ બાદ ઓનલાઈન પેમેન્ટસની માત્રામાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. સરળ પેમેન્ટ વ્યવસ્થાને કારણે આ શકય બન્યું હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application