તાપી જિલ્લામાં મંગળવારે કોરોના પોઝીટીવના નવા ૧૩ કેસ સામે આવ્યા છે. આજે વધુ ૭૫ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૩૨૧૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૭૪૭ કેસો નોંધાયા છે, હાલ ૪૧૮ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૯ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૧૭ દર્દીઓના મોત નિપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી તા.૧૮મી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના નવા ૧૩ કેસ નોંધાયા છે.
તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ નવા ૧૩ પોઝીટીવ કેસો
- ૪૧ વર્ષિય મહિલા – ચૌધરી ફળિયું – માયપુર,તા.વ્યારા
- ૪૫ વર્ષિય પુરુષ – જેસિંગપુર,તા.વ્યારા
- ૪૯ વર્ષિય મહિલા – KAPS –ઉંચામાળા ,તા.વ્યારા
- ૨૭ વર્ષિય પુરુષ – KAPS –ઉંચામાળા ,તા.વ્યારા
- ૩૩ વર્ષિય મહિલા – સ્ટેશન રોડ –વ્યારા
- ૬૫ વર્ષિય મહિલા – સીલ્વર લેક –વ્યારા
- ૩૫ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું – બુહારી,તા.વાલોડ
- ૨૨ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું – અધ્યાપોર,તા.વાલોડ
- ૩૨ વર્ષિય મહિલા – વચલુ ફળિયું – દેગામા,તા.વાલોડ
- ૫૫ વર્ષિય મહિલા – ખારખાડી ફળિયું – ધજાંબા,તા.સોનગઢ
- ૬૬ વર્ષિય પુરુષ – ખારખાડી ફળિયું – ધજાંબા,તા.સોનગઢ
- ૫૦ વર્ષિય પુરુષ – સોનગઢ
- ૫૯ વર્ષિય પુરુષ – ઉમ્મરવાવ,તા.ડોલવણ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application